यह श्लोक हिन्दू ग्रंथ गीता का प्रमुख श्लोकों में से एक है। यह श्लोक गीता के अध्याय 4 का श्लोक 7 और 8 है। यह श्लोक का वर्णन महाभारत में भगवान श्रीकृष्ण ने किया था जब अर्जुन ने कुरूक्षेत्र में युद्ध करने से मना कर दिया था।
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥
शब्दार्थ-
मै प्रकट होता हूं, मैं आता हूं, जब जब धर्म की हानि होती है, तब तब मैं आता हूं, जब जब अधर्म बढता है तब तब मैं आता हूं, सज्जन लोगों की रक्षा के लिए मै आता हूं, दुष्टों के विनाश करने के लिए मैं आता हूं, धर्म की स्थापना के लिए में आता हूं और युग युग में जन्म लेता हूं।
દોસ્તો, આ રીતે બેઠે બેઠો શ્લોક સમજવામાં ભૂલ થશે. જ્ઞાની લોકોએ આનો આવો અનુવાદ કરી ભયંકર મુર્ખતા કરી છે. આ શ્લોક સાચો છે પણ એના અર્થનો અનર્થ થઈ ગયો છે. ગીતામાં જ કહ્યું છે કે હું અણુએ અણુ માં વ્યાપ્ત છું તો પછી આવવાની કે જવાની વાત ક્યાં આવી!! સજ્જન માણસોના મર્ડર થયા , પ્રભુ ક્યાંય બચાવા ડોકાણા નહિ! અબળા કે સબળા નારીઓના શિયળ લૂંટાણા , ક્યાં પ્રભુ બચાવા ન આવ્યા! અચ્છા.. કયા ધર્મની સ્થાપના હવે બાકી રહી ગઈ છે? એક સર્વોપરિ ભગવાન પણ આવી ગયા છે! એ બધું સંચાલન પણ કરી રહયા છે હવે કૃષ્ણની શુ જરૂર છે! કદાચ એટલે નહિ આવતા હોય, એમના બોસ જેવા ભગવાન અગાઉ આવી ગયા હોય પછી શું જરૂર છે, ખોટા વિવાદ થાય!
એક શ્લોકમાં આનું સમાધાન મળે છે જેમાં ભગવાન કહે છે કે, “સર્વ વૃક્ષોમાં પીપળો હું છું, દેવર્ષિઓમાં નારદ-હું છું, ગંધર્વોમાં ચિત્રરથ હું છું, સિદ્ધોમાં કપિલમુનિ હું છું. અશ્વોમાં(ઘોડાઓમાં) ઉચ્ચૈશ્રવા-અશ્વ હું છું, હાથીઓમાં ઐરાવત હાથી હું છું, મનુષ્યોમાં રાજા હું છું, આયુધોમાં હું વ્રજ છું, ગાયોમાં હું કામધેનુ છું અને સંતાન ઉતપન્ન કરનાર કામદેવ પણ હું જ છું....”
ઉપરના શ્લોક મુજબ બધી જ શ્રેષ્ઠ, ટોપ ક્વોલિટી ધરાવતી વસ્તુઓ, પશુ, વ્યક્તિમાં ભગવાન છે એવું કહે છે. એટલે તમારે ઐરાવત હાથી અને પીપળો શોધવા નથી જવાનું પરંતુ જીવનમાં ઉચ્ચ કવોલિટી, ગુણો લાવવાના છે. અને યદા યદા હી ધર્મસ્ય...શ્લોકનું સમાધાન પણ મળે છે. તે મુજબ જ્યારે સમાજ પર, કોઈ વ્યક્તિ પર આફત આવે તો ભગવાનના અંશ રૂપે બળવાન બની તેની રક્ષા કરો. રક્ષા કરવી, મદદ કરવી, કોઈને ઉપયોગ થવું એજ ધર્મની સ્થાપના થઇ ગઇ. તમારા સ્વરૂપમાં મદદગાર તરીકે ઈશ્વર ખૂદ હાજર થઈ ગયા. ફિલ્મસ્ટાર સોનુ સુદ જેમ હજારો મજદૂરો માટે સહાયક અને તારણહાર બન્યો તેમ ! એ લોકો માટે એ ભગવાન બનીને જ આવ્યો. બાકી કોઈ એમની મદદે નહોતું આવ્યો, સરકાર પણ નહીં! કયાક પરદેશમાં એક નાનકડા ભાઈએ એની નાની બહેનને કુતરાના હુમલાથી બચાવી, પોતે લોહીલુહાણ થઈ ગયો હતો. એજ ભાઈ કૃષ્ણ બનીને આવ્યો, બહેનને બચાવવા.
શાસ્ત્રોમાં આપેલ હોય એનો સાચો અર્થ સમજો. ભગવાનની રાહ ન જુઓ, તમે જ ભગવાન બનો. બુદ્ધ, મહાવીર પણ રાજકુમાર હતા, પછી આત્મમંથન કરી એવા સ્ટેજે પહોંચ્યા કે લોકો તેમને ભગવાન તરીકે પૂજે છે.એમના સંદેશ 2500 વર્ષ પછી પણ લોકો ગ્રહણ કરે છે . કોઈના જીવનની નકલ નથી કરવાની એમાંથી શીખો.
હેપી જન્માષ્ટમી. ખૂબ આનંદ કરો. આજનો ઉત્સવ ઉજવજો.