ઓ કાન્હા નહિ બોલું રે..હું તારી હારે હવે નહિ બોલું,
ભીંજવી દીધી મને તારા પ્રેમમાં, ઓ કાન્હા નહિ બોલું હું, તારી હારે હવે નહિ બોલું..!
તારી વાંસળી વાગતી હું જબકિ ને જાગતી, ઉતાવળ માં એવી તે ભાગતી ઠેસ વાગતી ને હું પડતી, ઓ કાન્હા નહિ બોલું હું..!
તારી વાંસળી ના સુરે મને ઘેલી એવી કીધી, મારૂ ઘર રેઢું મેલી, તારી વાંસળી ના સુર ને આંબવા હું દોળતી, ઓ કાન્હા નહી બોલું હું..!
"સ્વયમભુ" તું કાન્હા આવતો મારા સપનામાં રૂડી વાંસળી વગાડતો, વાંસળી ના તાલે તું રાસ રમાડતો, માખણ અમારું બધું તું ખાય જાતો, ઓ કાન્હા નહિ બોલું હું..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"