Gujarati Quote in Poem by Parmar Narvirsinh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનું રૂટીન થોડું લેટ કરીએ
આવ કાના ઓનલાઈન ચેટ કરીએ

તારે છે રોજ રોજ કામનાં ઢગલા ને મારે છે એ જ મગજમારી
ઈચ્છા તો થાય કે સામસામે મળીયે પણ મજબૂરી તારી ને મારી
વોટ્સએપમાં મળવાનું સેટ કરીએ
આવ કાના ઓનલાઈન ચેટ કરીએ

રાધા ને ગોપીઓ જો સ્માર્ટફોન લે તો આપણે બનાવીએ એક ગ્રુપ
'રાસલીલા' નામ ઘણું ઓલ્ડફેશન્ડ છે રાખીએ 'ડાન્સિંગ ટ્રુપ'
તું એડમીન બને તો ક્રિએટ કરીએ
આવ કાના ઓનલાઈન ચેટ કરીએ

મીરાને ગ્રુપમાં તું એડ કાં કરે ?
થાશે નક્કામી બબાલ
કોની સાથે તું વધુ ક્લોઝ છે એવા થવાના સવાલ
ગમતાને મેસેજ પ્રાઈવેટ કરીએ
આવ કાના ઓનલાઈન ચેટ કરીએ

આજનું રૂટીન થોડું લેટ કરીએ
આવ કાના ઓનલાઈન ચેટ કરીએ



કૃષ્ણ-જન્મની નટખટ વધાઈઓ 🌸🌺

Gujarati Poem by Parmar Narvirsinh : 111539060
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now