ફુલ ગુલાબી છે હોઠ તારા,
નેણ તારા ધારદાર;
એક નજર તારી શું પડી?
તીર થયું આરપાર;
નાગણ જેવી ચાલ છે તારી,
આંખો જાણે કટાર;
ક્યારેક તો મારા દિલમાં પણ,
માર તું એક લટાર;
મટકાતી પાતળી કમર તારી,
કરી નાખે કમાલ;
જોઇને મન મારું નાચી ઉઠે,
ને કરે છે ધમાલ;
તારી અદાની શું વાત કરું?
એકથી એક બેમિશાલ;
ફિતૂર તારો એવો તો ચડ્યો,
કર્યા હાલ મારા બેહાલ;