Gujarati Quote in Poem by મનોજ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#લાત_મારવી

સૌને સૌના ભાવાવેશ 'ને સૌને સૌના ખેસ,
સઘળું સૌને સાચવવું છે, સંઘર્ષ કરે છે દેશ.

દાંત, ન્હોર, પુચ્છ, શિંગળીયુંથી કોઈ લેતું કામ,
લાત મારીને કોઈ કરે ખુદ રક્ષણ કેરું કાજ,
દેખ્યું તેવું બોલી દીધું, હું ફરતો દરવેશ.
સૌને સૌના....

સાચ જૂઠની પડી નથી 'ને નથી રહી કોઈ ટેક,
બોલ્યું ચાલ્યું ફોક કરે કહી શું પડવાનો ફેર,
વનવાસી તો કોઈ બને ના, સૌ ઝંખે છે કેશ.
સૌને સૌના .....

યુગ બદલાતો લાગે પણ તે ના રે એટલું સહજ,
યુગાનુકૂલ બનવા છૂટે જો સ્વાર્થ અને ગરજ,
યુગ સંધી એ શુભ ફળ કેરો વિધી તણો આલેખ.
સૌને સૌના.....

-મનોજ શુક્લ.
(૧૦/૮/૨૦૨૦)

Gujarati Poem by મનોજ : 111536793
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now