#કર્મ
-- ધ્યાન દે !
આ કરૂં, તે કરૂં, કૈ કરૂં, ના કરૂં,
છોડ સંદેહ કૈ ખાસ પર ધ્યાન દે !
આજ કે કાલ પર થાય તેવું કરી,
કૈ કશું ટાળ ના, આજ પર ધ્યાન દે !
દેવ કે દેહનું આ જ ઘર દ્વાર છે,
કર્મ ભક્તિ જ છે, વાત પર ધ્યાન દે !
ધારણાઓ બધી ધ્યાનની ક્યાં કરી ?
હાથ ઘરવટ ગઈ, શ્વાસ પર ધ્યાન દે !
લોટમાં કૈંક લીટા કર્યા છે હવે,
એકડો ઘુંટ - લઢ, આંક પર ધ્યાન દે !
આંખ આડે રચ્યા આવરણ સાફ કર,
દ્રશ્ય જે આવરણ બાદ પર ધ્યાન દે !
--મનોજ શુક્લ.
(૩/૬/૨૦૧૯)