એ પણ શું દિવસો હતા,
જ્યારે પહેલી વાર મળતા તો ય એવા જ ઉમળકા હતા,
કંઇક નવું જાણતા તો બધાને કહેવામાં ઉતાવળા થતાં..... એ પણ શું દિવસો હતા.
હતી હાથમાં નાની ચાની પ્યાલી પણ વાતોના દરિયા હતા,
ઠઠ્ઠા-મશ્કરી કરતા સાથે, તો સાથે આંખોમાં જળજલિયા હતા...... એ પણ શું દિવસો હતા.
એક હોય કે અનેક મુશ્કેલીઓ એમની સાથે હળવા થતાં,
કોઈએ કઈ થયું ખબર પડતાં મોઢું તોડે એવા બળિયા હતા...... એ પણ શું દિવસો હતા.
જ્યારે સાથે નીકળતા છટાથી, લોકોને મન સિંહોના ટોળા હતા.
દોસ્તી, લાગણી, મસ્તી અને કોલેજ, એ પણ શું દિવસો હતા... સાચે જ...
- તેજસ
#ઠઠ્ઠો