કેટલા વર્ષે એ સામે આવ્યા, કેટકેટલી પૂછપરછ કરવી હતી, કેમ ?કેવી રીતે? અને નાજાણે કેટકેટલી વાતો હતી પણ આજુબાજુ એટલાજ જાણ્યા અજાણ્યા ચહેરા હતા કે હોઠો પર તો જાણે પટ્ટીજ લાગી ગઈ.
પણ આંખો ક્યા ચૂપ રહી, પૂછપરછ તો એવી કરી કે જાણે કેટલાય વર્ષોની કસર પૂરી કરી લીધી, એક શબ્દની પણ આપલે વગર છૂટા ફરી પડી ગયા, પણ આંખોએ જન્મોજન્મનું ભાથું ભરી લીધું.
#પૂછપરછ