મફત મેળવવાની વૃત્તિ લાંબાગાળે નુકશાન કરે છે. તેમાં પણ પછી ઓછી મહેનતે વધુ લાભ મેળવવાની ઈચ્છા વધતી જાય છે. જેમાંથી ઉદભવે છે ભ્રષ્ટાચાર, કામચોરી, અને છેવટે પોતાનું નૈતિક પતન થાય છે, અને દેશ અધોગતિના માર્ગે આગળ વધે છે. માટે મહેનત જ આ દેશને બચાવી શકે છે. માની લો કે બધાજ GEB ના અને Water works ના કર્મચારીઓ મોટાપાયે કામચોરી કરે તો શહેરો અને ગામડાઓની શુ હાલત થાય! ભયાનક પરિસ્થિતિ જન્મે. ઠેકેદારોને ઓછી મહેનતે વધુ નાણાં જોઈએ છે માટે કામ નબળા થાય છે. મહેનત વિના કેરિયર નહિ બને. પ્રમોશન પણ નહીં મળે. માટે મહેનતથી જ જીવન બનાવો તેમજ દેશ બચાઓ. અત્યારે કોરોનાકાળમાં ડોક્ટરો અને નર્સ કામચોરી કરશે તો તમને ગમશે?? બળદ સખત પરિશ્રમનું સિમ્બોલ છે.