સંવેદના.....Happy Friendship Day...
આમતો સંવેદના એટલે બીજાની લાગણીઓ, દુઃખ, વ્યથા, વિચાર સમજી એને યોગ્ય સાથ આપવો. પણ અત્યારના સમયમાં ક્યાં, કયારે, કોની સાથે શેર કરવું એ પણ વિચારવું પડે છે. સતત એક પાત્ર ને એવું લાગે છે કે હું યોગ્ય વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું, કરી રહી છું જ્યારે સામે પક્ષે એ વાત માત્ર સાંભળવા પૂરતી હોય છે અને હદ તો ત્યાર તૂટે છે જ્યારે એ જ વાત કોઈ ત્રીજા વ્યક્તિ સાથે કરી એ બે વ્યક્તિઓ માટે આ જ વાત એક ગોસીપ બનીને મજાકનો પર્યાય બની જાય છે. કદાચ આજકાલ સંવેદનશીલ વ્યક્તિને મૂર્ખ ગણવાની હોડ લાગી છે. કદાચ એમને એવુજ લાગે છે કે ક્યાં સામેવાળા પાત્રને કંઇજ ખબર પડવાની છે. પણ શું થાય સમય સાથે બધાજ આગળ વધી રહ્યા છે અને કહી પણ રહ્યા છે કે આગળ વધી જવું જોઈએ. પણ શું આ એટલુંજ સરળ હોય છે.!? અથવા આજકાલના સંબંધોની પરિપક્વતા જ એવી હોય છે.!? શું આવીજ હોય સંવેદના.!?
આવોજ એક સંવેદના ઠાલવવા નો સંબંધ એટલે મિત્રતા. અનુભવો મારા બહુજ રહ્યા. ઘણા સારા, ઘણા બહુ સારા તો ઘણા કડવા અનુભવો થયા. મારા સબંધોને યોગ્ય અયોગ્ય ની એરણ ઉપર પણ ચકાસવામાં આવ્યા. લાગણીવેડા મે બહુ કર્યા છે અને કરતો રહીશ ભલે ને જેને જે કહેવું હોય કહે. આમતો મિત્રતા માટે કોઈ દિવસ ના હોય. આ સંબંધ જ એવો છે કે એ જે પળ પણ સાથે હોય જાણે જિંદગી અકબંધ હોય. તોય આજના દિવસ માટે મારે આ કહેવું જ રહ્યું કે આ જ મારા લાગણીવેડા સહન કરી મને સાથ આપવા વાળા એ દરેક મિત્રોને મારા વતી આ મિત્રતા દિવસની શુભેચ્છાઓ.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...