અરે...ઓ સમય તું લગાર ધીરો પડ તો સારું,
આપતા વિચારતો નથી, ને પાછું છીનવતા પણ વિચારતો નથી,
શું સારું ને શું ખરાબ એ નથી ખબર મને.
પણ
આપેલું માણવા ને લીધેલું જાણવા નો સમય લગાર આપે તો સારું,
જોયા છે સપના ને એને કરવા છે સાચા,
પણ રંગ તું સમય-સમયે જો ના બદલે તો સારું...
અરે ઓ સમય તું લગાર ધીરો પડ તો સારું...