યુદ્ધ
હે પરમ કૃપાળુ પરમાત્મા,
દુખ થી, ગમ થી ભરાઇ જાય છે આં નાજુક હૃદય મારું
શું વલોવાઇ જતું નથી આં સમ્વેદનષિળ હ્રદય તારું
સત્યાનાશ થાય છે તારી આં ધરા નુ અને અમારું
માનવ માનવ સાથે લડે, દેશ દેશ સાથે કરે યુદ્ધ
કરાવ બંધ આં કાર્યો નીચ; તું તો છે સંપુર્ણ બુદ્ધ
આપ હર કોઇ ને એક નેક મન, અને હૃદય શુદ્ધ.
કરોડો રૂપિયા ખર્ચાય છે યુદ્ધ માં, વિનાશ માટે
માનવ નોતરે છે બેહિસાબ નાશ અને ગમ હાથે જાતે
આં પૈસા માથી ભૂખ્યાં મેળવી શકતે અન્ન પોતાના હાથે.
કર આં અહમ, સત્તા, લાલચ, વેર ઝેર ના ખાત્મા
ઝનઝોડ અમારો સુસ્ત થઈ ગયેલો, પાપભર્યો આત્મા
કર મદદ સકળ જગની, ઓ દયાળું પરમાત્મા .
Armin Dutia Motashaw