" મુશ્કેલ "
મુશ્કેલ છે આ સમય,
સમય પણ મુશ્કેલ છે,
જીવન પથ પણ,
ચાલવું પણ મુશ્કેલ છે,
અનેક કંટકો અહીં,
જીવવું પણ મુશ્કેલ છે,
મુશ્કેલી ઓ વચ્ચે હવે,
જીવન પણ મુશ્કેલ છે,
આધાર એક ઈશ્વર નો,
યાદ કરવો સહેલો છે,
પણ એ ઈશ્વર ને પણ,
હવે યાદ કરવો મુશ્કેલ છે,
જીવન ની આ જંજાળમાં,
ઈશ્વર શોધવો પણ મુશ્કેલ છે,
@કૌશિક દવે
#મુશ્કેલ