"ઓફ્ઓ,
કેટલુ મુશ્કેલ છે તને સમજાવવાનુ મમ્મી, ક્યારે સમજીશ તું! તારા આ જૂના વિચારો, મને મારી રીતે જીવવા દે બસ હવે"
અને દરવાજો ખુલ્લો મૂકી 16 વર્ષ નો અર્જુન બાઇક ઉડાડતો શેરીની બહાર નીકળી ગયો.
બસ એજ સમયે સસરાજી શેરીમાં દાખલ થયા, અને ઘરમાં પગ મૂકતાંજ બોલ્યાં "માથે ચડાવી મૂક્યા છે છોકરાઓને તમે! એ તમારુ ના સાંભળે અને તમે અમારુ,
શું જમાનો આવ્યો છે?
ખરેખર કેટલું મુશ્કેલ છે ને એકસાથે નવી અને જૂની બન્ને પેઢીના વચ્ચે રહીને બંને ને સાથે રાખવાનું? વિચારતી સવિતા મોઢા પર નાનકડા સ્મિત સાથે ફરીથી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ
#મુશ્કેલ