Gujarati Quote in Thought by Sanskruti Rathod

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખો માં છલકાતી,ને હોઠો પર મલકાતી,
મન ની આ લાગણીઓ એમ ક્યાં કોય ને સમજાતી.

દિલ માં એ રેહવાતી,ને કોયથી ના છોડાવાતી,
મન ની આ લાગણી બીજા પ્રત્યે આમજ તો બંધાતી.

દરીયા સમ ઘુઘવાતી,ને મૌન રહી ગુંગળાતી
મન ની આ લાગણી ઓ આમજ તો મન માં મુંજાતી.

લોકો માં રમાતી,ને દડા જેમ ફગવાતી,
મન ની આ લાગણી ઓ સમાજ માં બહુ ચર્ચાતી.

સબંધો માં ગુચવાતી, ને મન માં બહુ દુભાતી,
મન ની આ લાગણી વ્યક્તિઓ ને ક્યાં કેહવાતી.

નથી કોઈ ને જણાવાતી,ને નથી લોકોને સમજાવતી,
એક વ્યક્તિ ની લાગણી આમજ તો રોજ હણાતી.

- સંસ્કૃતી

Gujarati Thought by Sanskruti Rathod : 111522469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now