અર્ધ પોષિત ઈચ્છાએ તો બબાલ કરી
આરોપ લાગવી અદાલતમાં અરજી કરી
જન્મ કેમ દીધો જો ઉછેરી ના શક્યા તો
આજીવન ભરણ પોષણ નો દાવો કરી
હું પણ ખૂબ જઝુમ્યો મેહનત કરી
તોય તેણે મારી જ હવાલદારી કરી
કોકની સફળતા ને જોઈ હમેંશા ઇર્ષા કરી
મારી અર્ધ પોષિત ઈચ્છાએ વલોપાત કરી
ઘણી મેહનત કરી પોષવા ઈચ્છાંને મે પણ
અધુરી રેહતા તેને મને હવાલત કરી
આ મારા એકની નહિ પણ બધાની વાત કરી
ઈચ્છાઓને કાબૂમાં રાખો સંયમી બની
#અર્ધ