" મારો પડછાયો "
હું હાલું તે હાલે, મારી હારે હારે, હાલે મારો પડછાયો.
"એક એક' ડગલે ને પગલે 'મને સાથ આપે, મારો પડછાયો.
પાપા પગલી ભરતા તા હળવે હળવે ડગ ભરતા તા ત્યારથી દોસ્ત બની હારે હાલે, મારો પડછાયો,
ક્યારેક ક્યારેક સંતાકૂકડી રમતો, થોડી થોડી વારે સંતાય જતો, પાછો પકડી લેતો, મારો પડછાયો.
"સ્વયમભુ" બની બહુ તપ્યો, એટલે રંગે કાળો થયો, ભીતર ભીતર એટલો તપ્યો, કે ત્રાંસો ત્રાંસો થય ભટક્યો, છતાં જીવન ભર સાથે ચાલ્યો, મારો પડછાયો.
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"