"સંબધ નું વાવેતર"
ખુશી ના સંબધ નું વાવેતર ચાલ ને કરી નાખું, તું આપે એક છોડ ખુશી તણો, તેને વાવી નાખું,
વેદનાના વાવેતર બહુ કર્યા લાગણી માં બંધાઈ ને, હવે કઠોર બની કરમાઈ ગયેલા છોડ ને ખેડી નાખું,
બીજ રોપવા છે નવા સંબધ ના પ્રેમ ના, જૂના સંબધંના માંજર ને લાવ થોડાં ખંખેરીને રોપી નાખું,
દિલ થી વાવેલા સંબધંના એક એક બીજ ને, "સ્વયમભુ" માવજત આપી ને ચાલ બોટલ માં સંઘરી રાખું,
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"