Gujarati Quote in Poem by Ashvin Sutariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારો કઈક કિંમતી સમાન તમારી પાસ છે
પ્રેમમાં ધેલા બની લખેલા પત્રોની સોગાત છે
જન્મદિનની કેક પર અધૂરી સળગેલી કેન્ડલ
એ અધૂરી સળગેલી કેન્ડલને પૂરી બાળી દેજે.

રાત્રે દૂધ ભરી આપતી પિત્તળનો ગ્લાસ છે
આંગણાંમાં ઉગાડેલું એક ચમેલીનું ઝાડ છે
રાત રાણી ની મેહેક્તી ખુશ્બૂને સાચવજે
પાનખરમાં કરમાઈ ગઈ હોય તે શાખ કાપી દેજે

વરસાદી વાતાવરણમાં સાથે પલળતા હતા
એક છત નીચે ભીના નીતરતા કપડે સુકાતા
હજુ તે કપડામાં યાદોનો ભેજ લાગેલો છે
વૈશાખના બળબળતા તાપ માં સૂકવી દેજે

મારી યાદ સાથે બધું સંધરેલું નાશ કરી દેજે

#સંઘરવું

Gujarati Poem by Ashvin Sutariya : 111520545
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now