તારી સાથેની અંતિમ નિશાની મેં મિટાવી દીધી છે.. બસ, હવે કંઇ જ રહ્યું નથી તારું મારી પાસે...!
તારા સુંદર મરોડદાર અક્ષરો માં લખાયેલા પત્રો આગમાં હોમી દીધા છે.
મારે બિલકુલ રડવું ન હતું પણ તારા પત્રો ની અગન જવલાનો કાતિલ ધુમાડો મારી આંખ ભીની કરી ગયો...!
અને છેલ્લે બ્લેક ડ્રેસ પહેરી ઊભી તું ધુમાડા સાથે એકાકાર થઈ.
હવે નથી કોઈ અજંપો કે નથી કોઈ વેદના..!
હવે તો બસ, મારી અંદર એક સ્વજનને સ્મશાનેથી વળાવી આવ્યા પછીની શાંતિ વ્યાપી ગઈ છે ...!
માત્ર નીરવ શાંતિ.....બીજું કંઇ જ નહિ....!
@કેતન મોટલા ' રઘુવંશી'