ગીતા ૨-૪૭
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि॥
આ સુત્ર ઘણું વગોવાયુ અને વખાણેલુ છે..
"તારો અધિકાર કર્મ પુરતો જ છે તેના પરિણામ પર નહીં,
કર્મ નો હેતુ ફળ પુરતો નથી અને કર્મ પર આસક્તિ પણ ન રાખવી."
આટલું જ તેનું અર્થઘટન છે પણ ત્યાગી અને કર્મ કરવા વાળા એ તેનું અર્થઘટન પોતાની રીતે કર્યું.કર્માન્ધ કહે છે કે લાભ જ નથી તો કર્મ કરવું જ કેમ કરવુ..એક રીતે જોઈએ તો આ વાત સાચી છે.આપણે ખાઈએ છીએ કારણ કે પરિણામ સ્વરૂપે આપણને ઉર્જા મળે છે નહીંતર જમવાનો શું લાભ?.પણ જ્યારે વધુ પડતું ખવાઈ જાય ત્યારે આપણે દોષ કોને આપશું ખુદ ને કે ખાવાની જીજિવિષા ને.તો આમ જોતા જમવું આપણું કર્મ થયું પણ તેના ફળ ને વિચાર માં લીધા વગર આપણે સમ્યક ભોજન કરીયે મતલબ શરીર ની જરુરત મુજબ જમીયે તો ભોજન ની ઉર્જા તો મળશે જ પણ તેનું કારણ આપ નહીં પાચનતંત્ર બનશે.
અને રિયાલિટી ની વધારે નજીકથી જોઈએ તો સંપતિ કે ભવિષ્યની સુરક્ષા માટે કોઈ કર્મ કરીએ તો તેમાં શું આધાર માનવો?, આખરે આપણે બધું એનાં માટે કોઈ કર્મ કરીએ છીએ. ખરેખર જોતાં સુરક્ષા અને સંપત્તિ એ આપણા કર્મ ની by-product છે નહીં કે આપણું ફળ. કંઈપણ ન કરીયે તોય સુરક્ષા અને સલામતી માટે આપણી જીવનશૈલી ની જીજિવિષા જ આપણને કર્મ માં વ્યસ્ત રાખશે માટે કર્મ માં અહં છોડી માત્ર સજાગતા અને સહજતાથી જ કર્મ કરવું જોઈએ.