#ભૂત
આજે શશી ને આવતા રાતના બાર વાગી ગયા હતા, તે ગામની હવેલી આગળ થી કોઇ પસાર નહોતું થતું, પણ શશીને તો મજબૂરી હતી. તે હનુમાન ચાલીસા બોલતા બોલતા આગળ વધ્યો.. આ શું?તેને ઝાંઝર નો અવાજ સંભળાયો તે ગભરાઇ ઉઠ્યો, ભૂત આવ્યું લાગે છે. અરે, સ્કુટર ને રેસ આપવા છતાંય ચાલતું નહોતું .. તે ઠંડી માં એ પરસેવે રેબઝેબ થઇ ગયો...
પાછળથી લગ્નના જોડામાં એક દુલ્હન આવી તેને ખભે હાથ મૂકી તેની પાછળ બેસી ગઇ તે વધારે ગભરાઇ ગયો. હવે શું કરવું? તેના ખભા પરથી હાથ જોડાવા મથામણ કરવા લાગ્યો, ધડામ કરતો અવાજ સંભળાયો તેની મમ્મી રસોડામાંથી દોડતી આવી શું થયું શશી? મમ્મી કંઈ નહીં..
તું મને ના કહેતો કંઈ નહીં મને ખબર છે, પેલું ભૂત પાછું તારા સપનાં માં આવ્યું
હા, મમ્મી
તો એને હવે ઘરે જ લઇ આવને તો રોજ પલંગ માંથી નીચે ના આવે.
નીચું જોઈને તે હસી રહ્યો..