મુજ હૈયાની વાત હું જાણું,
જે પણ ક્ષણ હો હસતા માણું.
કાગળીયામાં ફૂલોની ફોરમ,
જળ જાણું જેમ પ્યાલામાં હો રંમ્.
ના જુવે મન ટાણું કટાણું,
જે પણ ક્ષણ હો હસતા માણું.
દુનિયાદારી સમયની ઘાણી,
નવરા મનના હોય બંધાણી.
આપણું મનતો પ્રણયનું ભાણું,
જે પણ ક્ષણ હો હસતા માણું.
Dp,"પ્રતીક"