લગભગ એક વર્ષ થયું હું બક્ષીનામા બુક શોધી રહ્યો હતો..
પહેલા નવભારત પ્રકાશન અમદાવાદ આ બુકને પબ્લિક કરતું હતું...
એ પછી અત્યારે પ્રવીણ પ્રકાશને બક્ષીજી ની લગભગ બુક ફરી પ્રકાશિત કરી છે...
કોરસ,
પ્રિય નિકી,
બાકી રાત,
લીલી નશોમાં પાનખર,
લગ્નની આગલી રાતે,
પશ્ચિમ,
બક્ષીની શ્રેષ્ટ વાર્તા,
રીફ મરીના,
વંશ,
એક અને એક,
પિતૃભૂમિ ગુજરાત,
આકાશે કહ્યું,
હું કોનારક શાહ,
રંગ તરંગ,
આકાર,
પડઘા ડૂબી ગયા,
પેરાલીસીસ,
ઝીંદાની
અને હવે બક્ષીનામા મારા હાથમાં આવી ગઈ છે...
બક્ષી એક બેબાક લેખક હતા એટલે જ કદાચ મને ગમે છે. ગુજરાતી સાહિત્યમાં એમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. એમની પહેલી નવલકથા પડઘા ડૂબી ગયા હતી. એમને નવલકથા ની બાબતમાં ગુજરાતી સાહિત્યને એક નવી જ દિશા આપી છે. પેરાલીસીસ ખૂબ જ સાહિત્ય રસિકો વચ્ચે ચાલી હતી. બક્ષી ગુજરાતી લેખકોમાં વધુ રોયલટી મેળવતા એક મહાન લેખક હતા.
બક્ષીનામા એમની આત્મકથા છે. જે માણસના લગભગ 40 જેટલા પુસ્તક વાંચ્યા હોઈ એમની આત્મકથા જરૂર વાંચવી પડે. આમ પણ સનક્કી માણસ ને પહેલા જ વાંચવા જોઈએ. પણ જેતે સમયે મને આ બુક મળી નહિ. મને પ્રવીણ પ્રકાશન થી માહિતી મળી કે બૂકનું ટાઈપિંગ થઈ ગયું છે. એટલે હું 10 દિવસે એક કે બે વાર પ્રકાશન પર કોલ કરી પૂછતો " બક્ષીનામા આવી કે નહીં..."
આપ વિચારી શકો હું આ બુક વાંચવા માટે કેટલો આતુર હોઈશ. આવી જ ઉત્સુકતા મને હિટલર ની આત્મકથા "મારો સંઘર્ષ" અને ભારતની આઝાદી પર લખાયેલ "ફ્રીડમ એટ મિડ નાઈટ" માટે હતી...
મનોજ સંતોકી માનસ