" પિતા "
પિતાની વેદના એક પિતા જ જાણે. બહાર થી કઠોર અંદર થી નરમ દિલ વ્યક્તિ એટલે.. એ પિતા,
પોતાના પરિવાર માટે સતત લડતો,પોતાના વ્યવસાય સાથે, વ્યક્તિ સાથે નહી.. એ પિતા,
પોતાનું નહી પેહલા કુટુંબ નું વિચારતો.. એ પિતા, પોતાની ખુશી પોતા પણું દૂર રાખી હમેશા, પોતાના સંતાનો માટે પોતાની ખુશી જતી કરતો વ્યક્તિ... એ પિતા,
હમેશા દીકરા કે દીકરી નું ભવિષ્ય પૂરું કરવાની ખેવના કેળવતો ખુમારી વાળો માણસ... એ પિતા,
પોતે પોતાની ગમતી વસ્તુ ને, ના લઈને હમેશા પોતાના બાળકો કે પત્ની ની વસ્તુ ને પેહલા મહત્વ આપતો.. એ પિતા,
"સ્વયમભુ" કહે એક પિતા માટે બધા શબ્દો ખૂટે એથી એનાથી મોટો પરમાત્મા આ દુનિયા માં બીજો કોઈ નથી, પોતાના સન્માન માં પોતે પાછળ રહે.. એ પિતા,
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"