શું ભૈ ખાલીપો?, કિંમત વસૂલાય ને સૌ સાથ છોડે,
આખરે હર એક સબંધ સ્વાર્થરૃપી કિંમતે તો ટકે છે.!
જાહેરમાં ખુલ્લા પડીને શું મળ્યું?, વગોવાય ગયા ને?
આજે તો ડાબા હાથને પણ જમણા પર વિશ્વાસ નથી.!
જોઈ લીધી બે બાજુ?, આખરે આવી ગયા ને ઠેકાણે!
અહીં તો ભાઈ, સૌ કામ પડ્યે આવે 'ને પતે એટલે જાય.!
ખુશ થવું 'તું? કેવા છબ છબ કરતા ડૂબી ગયા.!
'લા ભાઈ, આ તો આંધણા અનુકરણે ચાલતો સંસાર છે.!
શું થયું જીત્યા? ન્યાયની ભીખ માંગતા ક્યાં ક્યાં રખડ્યા?
જાણી લે, અહી તો ન્યાયલયમાં પણ રાજકારણ ચાલે છે.!