Gujarati Quote in Microfiction by Hardik Pandit

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓહો! શું શબ્દ છે આજનો!

મને ભૂત વિશે બહુ જાણકારી નથી. પણ વાર્તાઓ બહુ સાંભળી છે. કોઈ બીજાના અનુભવ કહે તો પોતાના. મારો પર્સનલ કોઈ અનુભવ નથી આ બાબતે, અને ઈચ્છા પણ નથી અનુભવ કરવામાં. એનુ બહુ મજબૂત કારણ છે...

ખરેખર તો હું કાળા માથાના ભૂતો થી પીડિત રહ્યો છું. વિશ્વાસ કરો કે બહુ જ ભયંકર પ્રકારના હોય છે એવા ભૂત. એ ભૂતો આસપાસ હોય ને ત્યારે માથુ ફરી જાય. મન થાય કે South Indian મૂવી ના હીરોની જેમ અેનુ જ માથું પકડીને ગોળ ફેરવી દઉં.

આવા ભૂતોનો ઈલાજ કોઈ તાંત્રિક ના કરી શકે. એમના માટે તો મગજ ના હોશિયાર ડૉક્ટરો ની જરૂર પડે. અમુક ને જોઈ ને તો એમને પણ અમુક વાર એવું થઈ જાય કે આ ભૂત જેવા જોડે ક્યાં પનારો પડ્યો?

જો કોઈ આવા ભૂતોનો ઈલાજ જાણતા હોય તો જરૂરથી જણાવજો 😀

ભગવાનને એજ પ્રાર્થના કે કોઈ ને પણ આવા કાળા માથાના ભૂતો વળગે નહીં.

ઊઠા લે રે બાબા ઊઠા લે, એ મેરે કો નહીં, એૈસે ભૂતો કો ઊઠા લે 😜😂

#ભૂત

Gujarati Microfiction by Hardik Pandit : 111518022
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now