Happy Birthday Chandra Shekhar Azad
અંગ્રેજની આખી જાતને હંફાવનારો એક આઝાદ થઈ ગયો,
ભારત માનો સાચો લાલ એક ચંદ્ર શેખર આઝાદ થઈ ગયો.
સીતારામની ચેતનાનો અંગાર અને જગરાણીના ખોળાનો ખૂંદનાર,
મધ્ય પ્રદેશનો નાનો ભૂલકો હિન્દુસ્તાનનો સરતાઝ થઈ ગયો.
એક પત્થર મારી ચૌદની ઉંમરે ફોડી નાખ્યું'તું અંગ્રેજનું માથું,
તે ત્રણ આના ઠુકરાવ્યાં ને ભૂરિયાઓનો પાવર બરબાદ થઈ ગયો.
તારું સપનું પણ એક ને હકીકત પણ એક! ભારતની આઝાદી
દેશના સુવર્ણ ઇતિહાસના પન્નાનો તું અરજદાર થઈ ગયો.
વટથી જીવનાર તો ઘણા જોયા, તું તો મર્યો પણ ખરા વટથી,
શબ્દ શું વાપરું, તું તો આખી ડીક્શનરીનો હકદાર થઈ ગયો.
લખવો તને કેટલો આ કલમ પણ હવે ખુમારીનાં ઓડકાર મારે છે.
ભલે થોડું જીવ્યો તો'ય સદીઓ સુધી જીવનાર થઈ ગયો.
-અલ્પેશ કારેણા.