ભૂત
સ્થૂળ શરીર એ વર્તમાન શરીર છે, જેના થકી તમે કર્તવ્ય પરાયણ છો.પાચ ઈન્દ્રિયો અને તેના વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ભોગવી શકો છો
સૂક્ષ્મ ઈન્દ્રિય મન બુધ્ધિ છે , મન દ્વારા સંકલ્પ વિકલ્પ કરી શકો છો. અને બુદ્ધિ દ્વારા નિર્ણય લ ઈ શકો છો.તર્ક કરી શકો છો.
પરંતુ ભૂત એ સૂક્ષ્માતિસૂક્ષ્મ શરીર છે , ઈચ્છા તૃષ્ણા ની અતૃપ્તિ ના કારણે , કારણ શરીર માં રહેતી આત્મા ની વાસના જન્ય હયાતિ છે,જે દેહ અધ્યાસ ના કારણે પૃથ્વી લોક છોડીને આગળ વધી નથી.
એટલે પોતાની ઈચ્છા તૃપ્તિ માટે કોઈ સ્થાન, વ્યક્તિ કે પરિસ્થિતિ નો લાભ લઇ પોતાની વ્યક્તિગત ઈચ્છા પુરી કરતું ચૈતન્ય છે