Gujarati Quote in Blog by Ashok patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રાઇવેટ શિક્ષક : જાયે તો જાયે કહા ,સમજેગા કૌન યહાં દર્દ
..
વાલી ઓ ફી ભરવા સમર્થ નથી અને સમર્થ હોય તોય ભરવી નથી
સરકાર હંમેશ વાલી ઓ સાથે રહે છે , રહેવુંજ જોઈએ પણ જો સરકાર કે સામાજીક સંસ્થાઓ ગરીબો માટે મદદ કરી શકતી હોય તો શું મધ્યમ વર્ગીય પ્રાઈવેટ શિક્ષકો , પટાવાળાઓ કે વાન કે બસ ચાલકો માટે કશુ ન કરી શકે? મારી નજર સમક્ષ કેટલીય સ્ત્રીઓ સ્કૂલ અને થોડા ટ્યૂશન કરીને ગુજરાન ચલાવે છે મકાન ના હપ્તા ભરે છે શું તેને મદદ ની જરૂર નથી ?
બધુજ શકય છે
વાલીઓ એ અર્ધી ફી ભરવી જોઈએ, અને સક્ષમ વાલીઓ એ પુરી ફી ભરી સહાય રૂપ થવું જોઈએ અર્ધી મદદ સરકારે કરવી જોઈએ. સનચલકો એ પણ એકવર્ષ માટે નફા વિશે વિચારવુ ન જોઈએ

જરૂર હોય તેને મદદ થવી જોઈએ એ ભારતીય વિચાર ધારા છે
જો બધાજ ધનધા શરૂ થઈ ગયા હોય તો શિક્ષક નો શુ દોષ
સમજી શકાય છે કે શક્ય નથી પણ ઉપરોકત ઉપાય શક્ય છે

યાદ રહે
જે ઘરમાં માં પરેશાન હોય તે પરિવાર સુખી થઈ ન શકે
એજ રીતે જે રાજ્ય માં શિક્ષક પરેશાન..... આપ સમજી શકો છો

અને અરધી ફી પણ ન ભરી શકતા વાલીઓએ પોતાના બાળક ને સરકારી શાળા મા બેસાડી દેવું જોઇર સારા લોકો જશે તો સરકારી સ્કૂલો નું ધોરણ પણ સુધરશે
અભિપ્રાયો ગમશે

-અશોક પટેલ 'આકાશ'

Gujarati Blog by Ashok patel : 111517626
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now