આપી હતી માતા-પિતાઍ જિંદગીની ભેટ
ઘરના સર્વેઍ આપ્યા સંસ્કાર અને સગવડો
ગુરુજનો ઍ આપ્યુ જ્ઞાન
મિત્રોઍ આપી મોજ અને મસ્તી
પત્નીએ આપ્યો પ્રેમ અને ત્યાગ
બાળકોએ આપ્યુ માન અને ખુશી
ગ્રાહકોએ અપાવી સફળતા અને ઇજ્જત
દુશ્મનોઍ શીખવી કુશળતા
સૂરજે આપી રોશની અને જીવન
ફુલોઍ આપી ખુશ્બુ અને મસ્તી
સાગરે આપી વિશાળતા અને તોફાનો
નદીઍ આપ્યુ પાણી
કેટ કેટલાંના અહેસાન છે મુજ પર
જિંદગી ના હોતી ખુબસુરત તમારા વગર