આ આજ ની જ બનેલી સત્યઘટના છે,
અમારા રાજકોટ શહેરમાં એક બાલાજી હનુમાન દાદા નું પ્રસિદ્ધ મંદિર છે. હું અને મારી ફ્રેન્ડ ઘણીવાર બાલાજી દાદાના મંદિરે દર્શન કરવા જઈએ. હમણાં આ lockdown ના લીધે અને કોરોના ની બીક ને કારણે મંદિર કે પછી આવી કોઈ ભીડભાડવાળી જગ્યાએ જતા ડર લાગતો એટલે ઘણા ટાઈમથી અમે બાલાજી દાદાના દર્શન કરવા નહોતા ગયા.આજે અચાનક મારી ફ્રેન્ડ ને મને કહ્યું કે ચાલ ને ઘણા ટાઈમથી બાલાજી દાદાના દર્શન નથી કર્યા આપણે આજે જઈએ. મેં પણ કહ્યું સારું ચલો આજે બાલાજી દાદા નો હુકમ આવ્યો લાગે છે તો આપણે દર્શન કરવા જઈએ.અમે મારુ સ્કૂટર લઈને નીકળી પડ્યા માસ્ક પેરી ને બાલાજી દાદા ને મળવા.જેવું મેં મંદિરની બહાર મારુ સ્કૂટર પાર્ક કર્યું એટલામાં એક માજી લગભગ ૬૦થી ૬૫ વર્ષના દેખાતા હતા. કોઈ મજૂર વર્ગના સામાન્ય દેખાતા માજીએ મારી પાસે આવીને કહ્યું કે બેટા મારે રસ્તો ક્રોસ કરવો છે મને જરા હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવી દે ને. એક સેકન્ડ માટે કોરોનો ના લીધે વિચારવું પડ્યું અત્યારે જ્યારે આપણે એકબીજા સાથે હાથ મિલાવતા પણ ડરીએ છીએ એવામાં કોઈ અજાણી વ્યક્તિનો હાથ પકડીને એને રોડ ક્રોસ કરાવો થોડો ડર તો લાગે જ. પણ હું ના ન પાડી શકી. આમ કોઈ ને મદદ કરવાના કામમાં હું જલ્દી કોઈને ના પાડીશ જ નો શકું.પછી થયું કંઈ વાંધો નહીં ભગવાન ના દ્વાર પર આવીને ભલાઈનું કામ કરવા મળ્યું છે તો ના પાડી જ ન શકાય હવે જેવી બાલાજી દાદા ની મરજી. મેં પેલા માજીને હાથ પકડીને રોડ ક્રોસ કરાવ્યો પાછા ફરતા મારી ફ્રેન્ડ એ મને કહ્યું "મીરા પહેલા હવે હાથ સાફ કરી લે અત્યારે કોણ કેવું હોય કાંઈ જ ખબર નથી પડતી." વાત એની પણ સાચી છે પાછા રાજકોટમાં કોરોના ના કેસ પણ વધતા જાય છે અત્યારે ક્યારે શું થાય કોઈ ને કાંઈ જ કહી ન શકાય.પણ આના ઉપરથી એવો વિચાર આવે છે કે શું હવે આ કોરોના આપણા માનવધર્મનો નષ્ટ કરી રહ્યો છે કહેવાય છે કે સૌથી મોટો ધર્મ છે માનવ ધર્મ. અત્યારે કોરોના ના ડર થી કોઈ કોઈને મદદ કરતા પેહલા દસ વાર વિચાર કરે છે. શું એક સમય એવો આવશે કે માનવતા તો ઠીક કોઈ કોઈ ની સામે પણ નહીં જોવે?....Mn ❤️
#ધર્માંધ