ધખધખતા અંગારા રાખ્યા છે, મે દિલમાં
બેહોશ દર્દ સજાવ્યું શબ્દ થકી કાવ્યમાં
કંઈક ડૂબુ છું દર્દમાં ને તરુ છું શબ્દોમાં
એ સજા મળી છે, મને કવિવર થવામાં
ફના થયો એ રીતે, કો યાદ ન કરે દુઆમાં
શહીદથી કમ નથી, હું આ ફના દુનિયામાં
ફિઝુલ પ્રયત્ન મારો, વસવાનો તમારા દિલમાં
બેહોશ રહી પણ જીવંત રહિશ, હું આ દુનિયામાં.
#બેહોશ