બેહોશ કરે મુજને તારું, વધ ઘટ થતું કામણ
વેધક તીરછી નીગહોથી મુક હૈયું થતું ભ્રામક
દૃશ્ય, અદૃશ્ય, થાયા કરતું, મોહક ચિત્ર તારું
કેફિયત મદાંધથી થયો હું, નીલમણિ અંબરનો
મદહોશ નજરને ખામોશ હોઠથી બિડાર ભરે તું
મુજ હાથનો કોમળ સ્પર્શ તુજને, કંપી ઉઠે તું
એક મૃદુ સ્પર્શથી સંકોચાઈ જતી લજામણી તું
એક એક ખુલે પર્ણ ને ફરી સ્પર્શથી શરમાય તું
#બેહોશ