વ્યથા આ જીવન ની
કોઈ કિસાનને જઈ પૂછો...
ઘણા ચાખ્યાં પીઝા ને બર્ગર,
દેશી એ રોટલા નો સ્વાદ
કોઈ કિસાન ને જઈ પૂછો
ઘણા ફર્યા ગાડી, ટ્રેન ને વિમાન માં,
દેશી એ ગાડા નુ માન
કોઈ કિસાન ને જઈ પૂછો...
ઘણા છાંટ્યા અત્તર આ ખુશ્બૂદાર,
અસલી સુગંધ આ માટી ની
કોઈ કિસાન ને જઈ પૂછો...
વ્યથા આ જીવન ની
કોઈ કિસાનને જઈ પૂછો...