દરેક માણસમાં એક અંદર અજાણી તાકાત ભારોભાર ભરેલી હોય છે, બસ એ તાકાત ને તે જવાળા બની બધું જલાવી દેવામાં વાપરે કે જયોત બની બીજાના જીવનમાં પ્રકાશ પાથરવા તે આપણે પોતે નક્કી કરવાનું રહે છે.
એકવાર અંધારે ખુદને મળી તો જુઓ,
સ્વ પ્રકાશ થોડો તમે પાથરી તો જુઓ.
બીજાની ભૂલે આંગળી ચીંધનાર તમે,
કયારેક ખુદને તમે વખોડી તો જુઓ.
ભરી છે આગ તો જવાળા ને બદલે,
જયોત બની પ્રકાશ પાથરી તો જુઓ.
#જ્યોત