Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગીતા ૨-૩૯,૪૦,૪૧

( कर्मयोग का विषय )
एषा तेऽभिहिता साङ्‍ख्ये बुद्धिर्योगे त्विमां श्रृणु।
बुद्ध्‌या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि॥
यनेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवातो न विद्यते।
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्‌॥
व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन।
बहुशाका ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम्‌॥

કુષ્ણ એ અર્જુન ને પહેલા તો જ્ઞાનયોગ કહ્યો પણ હજી તેનો સંશય જતો નહોતો માટે કુષ્ણ એ અર્જુન ને માત્ર સમજણ ને બદલે કર્મ કરવા અને બંધનમુક્ત રહેવા માટે કર્મયોગ કહ્યો.
કુષ્ણ કહે છે કે આ સમજ્યા પછી તુ કર્મ તો કરીશ પણ એના ફળની લાલસા કે પરિણામ માથી મુક્ત રહીશ.અહી નિશ્ચયાત્મક બુધ્ધી દ્વારા તું માત્ર એક જ કર્મ મા પ્રવુત રહીશ જે અસ્થિર બુધ્ધી અને વિવેકહીન મનુષ્ય માટે સરળ નથી.તેની બુધ્ધી અનંત અને ઘણી ત્રુટક હોય છે.
અહીં બે શબ્દો નું ધ્યાન કરવું જોઈએ બુધ્ધી અને વિવેક..

બુદ્ધિ એટલે માત્ર યાદશક્તિ નથી કે નથી અનુભવ..
બુદ્ધિ માટે આપણા ધર્મ ગ્રંથોમાં એક શબ્દ છે.. પ્રજ્ઞા મતલબ wisdom, બુદ્ધિ માનવ મસ્તિષ્ક ની આખરી પરત, સીમા છે તે શરીર સાથે આત્મા નું છેલ્લુ શિખર છે.જયારે આપણે કોઈ ગહન વિચારમાં હોય ત્યારે આપણને જવાબ મળે છે તે બુદ્ધિ નું કામ છે.. જગતમાં મહત્વની શોધો આને કારણે જ મળી છે જેમકે રેડીયમ,pasteurization વગેરે.. જ્યારે અચાનક આપણી સાથે કોઇ દુઘટર્ના કે અકસ્માત થાય ત્યારે શાંત ચિત્તે રહેતા આપણને જવાબ મળે છે તે પણ બુદ્ધિ જ આપે છે.
વિવેક.. વિવેક મતલબ કોઈને હાની ન થાય એ રીતે કર્મ કરવુ એટલે કે દરેક વ્યક્તિ ની આ સમાજ પ્રત્યે, પરિવાર પ્રત્યે,કુદરત તથા પર્યાવરણ પ્રત્યે અમુક અંશે જવાબદારી હોય છે માત્ર સ્વાર્થ માટે જ કે પોતાના અહં કે ફાયદા માટે જ કર્મ કરવું હિતાવહ ન કહેવાય.

Gujarati Thought by Jay Vora : 111514185
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now