જીવન જીવ્યા એવું કે,જીવવા જેવું ન રહ્યું,
જળ આવ્યું હોઠ સુધી પણ,પીવા જેવું ન રહ્યું.
હતું સાવ કોરું કપાસી, રૂ જેવું જીવન ઘડતર,
ઘડાયું પડ આબરૂ તણું પણ,સિવવા જેવું ન રહ્યું.
આવી કિસ્મત, પણ હાથ તાળી દઈ જતી રહી,
ગઈ એવી હાંસી ઉડાવી,મો બતાવવા જેવું ન રહ્યું.
નદી,નાળા,તળાવ જેવું,જીવન છલોછલ દર્દથી,
મળ્યું કોઈ ઉથલાવા દર્દ, ઠાલવવા જેવું ન રહ્યું.
અહીં આવી આફતો બધી આવકાર્ય છે"પ્રતીક"
જે મળ્યું તે સ્વીકાર્ય, ધિક્કારવા જેવું ન રહ્યું.
Dp,"પ્રતીક"