Gujarati Quote in Poem by Hardik Pandit

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લુચ્ચાઈ, ચાલાકી, ચતુરાઈ મારા કામના નથી
હું બાજ છું, મારી આવડત થી શિકાર કરુ છું
જ્યાં જ્યાં મારો શિકાર ત્યાં ત્યાં મારો વિસ્તાર
જમીન અને આકાશ બંને વચ્ચે સંતુલન કરુ છું

તેજ નજર મારી અને મજબૂત મારી પાંખો
જાત પર વિશ્વાસ છે, ઘમંડ થોડી કરુ છું
હિંમત હારી ને ક્યારેય હું બેસી નથી જતો
સફળતા માટે હું અનેક વાર ઉડાન ભરુ છું

કોઈ કહે બળવાન અને કોઈ શૈતાન કહે છે મને
જેમ કુદરતે બનાવ્યો મને, બસ અેમ જ વર્તન કરુ છું
જેમ કુદરતે બનાવ્યો મને, બસ અેમ જ વર્તન કરુ છું

#બાજ

Gujarati Poem by Hardik Pandit : 111513690
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now