સ્ત્રી સમર્પણ
એક ગહન વિચાર.!
શરીર: મારું પીઠી એના નામની.
હથેળી મારી: મહેંદી એના નામની.
સેંથી મારી: સિંદુર એના નામનુ.
નાક મારું: ચુક (નથણી) એના નામની
ગળું મારું: મંગલસૂત્ર એના નામનું.
હાથ મારા: કંગન એના નામના.
પગ મારા: પાયલ એના નામની.
આંગળી મારી: વીંટી એના નામની.
કૂખ,લોહી,દૂધ મારું: સંતાનો એના નામના
ઘર સંભાળું હું:દ્વાર એના નામના.
સદા સુહાગણના આશિર્વાદ એના નામના:
બધું જ મારું (આખું જીવતર) એના નામનું:
શું છે એની પાસે મારા નામનું?