#મારામાંમારો
હું મોતી છું, હું દોરો છું, હુ પારામાં પારો.
હું બિંદુ છું એ દરિયાનું,જે ખારામાં ખારો!
હું આગ અને તિખારો છું,તપારો છું .
હું ઝરણા સાથે વહેતો છું,ધારામાં ધારો
હું વાદળનો વરતારો છું, ઝબકારો છું.
હું આખી રાત ચમકે છે એ તારામાં તારો.
હું એકમાં અનેક છું, હજારો છું!
હું એક પછી એક છું, વારામાં વારો.
હું આનો છું, હું તેનો છું,બિચારો છું.
હું તારી સામે આવો છું, સારામાં સારો...
© લીના પ્રતીશ
©લીના પ્રતીશ