ગીતા ૨-૧૯,૨૦,૨૧
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते॥
न जायते म्रियते वा कदाचि-
न्नायं भूत्वा भविता वा न भूयः।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो-
न हन्यते हन्यमाने शरीरे॥
वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम्।
कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम्॥
જે જાણે છે કે આત્મા મરી શકે છે અને કોઈને મારી શકે છે, તે વ્યક્તિ આત્મા ને જાણતો નથી.અહિ જોઈએ તો આત્મા ને એક અવિનાશી ઊર્જા કહીં છે.જે રીતે ઊર્જા નું કોઈ ઉદગમ સ્થાન નથી કે જેનો નાશ થાય તેમ નથી માત્ર એક સ્વરૂપ માથી બીજા સ્વરૂપ માં રુપાંતરિત થાય છે.આ શરીર ની ઊર્જા જેને પ્રાણ કહ્યું છે તે ઊર્જા પણ અવિનાશી છે જેનો કોઈ અંત નથી.જે વ્યક્તિ આ જાણે છે તે વ્યક્તિ મરતો નથી અને કોઈને મારતો પણ નથી.માત્ર સંગઠીત ઊર્જા નું રુપાંતરણ કરવામાં સહાયક બને છે.