Prem_222:
જેટલું ધારીને એટલું સહેલું નથી...
લેખિકા એ અકસ્માતમાં પોતાના પતિને ગુમાવ્યા બાદ લખ્યો છે:
"મારા પતિના આકસ્મિક મૃત્યુ પછી મારી આપવીતીમાંથી જે થોડી વાતો હું શીખી તે તમારી સમક્ષ રજૂ કરું છું.
આપણે હંમેશાં માનીએ છીએ કે આપણે લાંબું જીવીશું..પણ જીવન ઘણી અનિશ્ચિતતાઓથી ભરેલું છે.
મારા પતિ એક IT પ્રોફેશનલ હતા અને હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું.
મારા પતિ એક IT પ્રોફેશનલ અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરનારા હોવાથી તેમની તમામ માહિતી એમના લેપટોપમાં હતી...માસિક બિલથી લઈને બેંક સ્ટેટમેન્ટ્સ, તેમના તમામ રોકાણ, બેંક એકાઉન્ટના આઈ ડી-પાસવર્ડ..સહિતનું બધું જ તેમણે લેપટોપમાં એક ફોલ્ડરમાં રાખી હતી, જે એક પાસવર્ડ વડે સુરક્ષિત હતું અને તેમનું લેપટોપ પણ એક પાસવર્ડથી સુરક્ષિત હતું. બધા પાસવર્ડ્સ અતિશય અઘરા બનાવ્યા હતા, જે દર ૪૫ દિવસે તેઓ પાસવર્ડ બદલતા, તેમની હયાતીમાં તો મને એમના લેપટોપનું કામ હોય તો એક ફોન કરીને પાસવર્ડ જાણી લેતી..મારા માટે સરળ હતું. પણ હવે એમના ચાલ્યા ગયા બાદ કોને એમનો પાસવર્ડ પૂછું?
વ્યવસાયનાં દસ્તાવેજોની જે રીતે કાળજી લઈએ છીએ, એટલી કાળજી આપણાં અંગત જીવનના દસ્તાવેજોની નથી લેતા.*, *અંગત દસ્તાવેજોના કિસ્સામાં હંમેશાં આળસને લીધે ઢીળાઢોળ થતી રહે છે..અરે! આવતીકાલ છે ને, પછી કરીશું!
મારા પતિ ઓફિસેથી ઘરે આવતા હતા અને એક બાઈક અકસ્માતે અમારી તમામ 'આવતીકાલ' છીનવી લીધી..મારા પતિ ફક્ત ૩૩ વર્ષના હતા. તેમના એ અકસ્માતમાં એમનાં લપટોપ અને મોબાઈલનું પણ કચ્ચરઘાણ વાળી નાખ્યું.
તેમનાં બચત ખાતાં, સેલરી એકાઉન્ટમાં કોઈ નોમિની નહોતું. તેમના જીવન વીમામાં મારાં સાસુ નોમિની હતાં અને તેઓ લગભગ ૨ વર્ષ પહેલાં ગુજરી ગયાં હતાં. પરંતુ, આ તો હજી ફક્ત શરૂઆત હતી. મને તેમના ઈ-મેઇલ એકાઉન્ટનો પાસવર્ડ ખબર ન હતો કે જ્યાં તમામ ઇ-બિલ આવતાં. મને એ પણ ખબર નહોતી કે તેઓ કયા બિલની ચૂકવણી જાતે કરતા અને કયા બિલની ચૂકવણી ઓટો-પે થી બેંક ખાતાંમાંથી સીધી જ થઈ જતી.
તેમની તાજેતરમાં બદલી થઈ હતી અને હું તેમના કોઈ સહકર્મચારીને પણ જાણતી નહોતી. મને એમને મળવાપાત્ર રકમ અંગે કોઈ જ ગતાગમ નહોતી..એમનાં કયાં બિલની હજુ ચૂકવણી બાકી હતી અને કયાં બિલ એમણે હજુ ચૂકવણી માટે ઓફિસમાં મૂક્યાં પણ નથી..વગેરે.
અમે હોમલોન પર જે ઘર ખરીદ્યું, તે અમારી બંનેની કુલ આવકને ધ્યાનમાં રાખીને અમને પરવડી શકે એવા EMI પર ખરીદ્યું હતું. અમે જ્યાંથી હોમલોન લીધી તેમણે લોન પર વીમો લેવાનું સૂચવ્યું હતું પણ અમને એ વીમો ખર્ચાળ લાગતાં અમે એ વીમો ન લીધો. અમે ક્યારેય વિચાર્યું નહીં કે, જો એક પગાર પર ઘર ચલાવવાની નોબત આવી, તો અમે શું કરીશું. તેથી, મારા માટે આ મોટી EMI ની રકમ હવે એક માથાનો દુઃખાવો બની રહી છે.
મને સમજાયું કે મારે એક લાંબું યુદ્ધ લડવાનું છે. મારા પતિનો રોડ અકસ્માતનો કેસ હતો. તેથી દરેક જગ્યાએ મારે ડેથ સર્ટિફિકેટ, FIR રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટની જરૂર પડતી હતી. દરેક વસ્તુ માટે જુદા જુદા દસ્તાવેજ જોઈતા હતા. ઇમ્ડેનિટી બોન્ડ્સ, નોટરી, નો ઓબ્જેકશન સર્ટીફીકેટ..વગેરે.
કારણ કે અમે સંયુક્ત રીતે ઘર ખરીદ્યું હતું એટલે એના પર મારી માલિકીનો દાવો પ્રમાણમાં સરળ હતો. પરંતુ ઘર સિવાય, અમારી જમીન, અમારી કાર, અમારી બાઈક, વગેરે મારી પણ મિલકત છે એ સાબિત કરવું સરળ નહોતું. ઉત્તરાધિકારનું પ્રમાણપત્ર મેળવવું એ એક અલગ યુદ્ધ છે.
મારી આખી જિંદગી હચમચી ગઈ હતી.
#સહેલું