Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપી દેવી જાન માદર-એ-વતન માટે, સહેલું નથી,
હોમી દેવું માંગનું સિંદૂર આ વતન માટે, સહેલું નથી.

શહીદના સ્મારક રૂપી બાવલાને હેતથી રક્ષા બાંધી,
રક્ષા કરતા વીરને આપવો વતન માટે, સહેલું નથી.

એક બુઢ્ઢો બાપ આપતો હતો ત્યારે એ આભને ટેકો,
ઉપાડવો જનાજો દીકરાનો વતન માટે, સહેલું નથી.

નવ નવ મહિનાની પીડા સહીને અવતરણ કરાવ્યું,
ભાલે કરી ચાંદલો મોકલવો વતન માટે, સહેલું નથી.

એ જન્મી હતી ત્યારે એમના પિતા હતા સરહદ પર,
પિતૃત્વ કરવું એમ જ કુરબાન વતન માટે સહેલું નથી.

"મનોજ" એ પરિવારનું પુણ્ય પણ સાત પેઢીનું હશે,
બાકી એમ જ ખપી જઉં આ વતન માટે, સહેલું નથી.

મનોજ સંતોકી માનસ
#સહેલું

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111511344
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now