Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગીતા ૨-૧૫,૧૬,૧૭,૧૮

यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ।
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते॥
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्वदर्शिभिः॥
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम्‌।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति॥
अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत॥

જે લોકોને સુખ દુઃખ સમ અનુભવાય છે તે જ વ્યક્તિ મોક્ષ મેળવે છે.સુખ એ આપણી પસંદ છે જ્યારે ના મળે ત્યારે દુઃખ થાય છે.આપણો ધર્મ મોક્ષ ને ઈશ્વર કરતા વધારે મહત્વ આપે છે માટે અહીં ભગવાન ના લાખો સ્વરૂપ છે, આપણા માટે જે વ્યક્તિ દુઃખ ઓછું કરી દે તે આપણો ભગવાન બની જાય છે..તે જોતાં ભગવાનની વ્યાખ્યા આપણી બહું નાની કહી શકાય.
જે અસત છે તેમની સતા નથી રહેતી અને સત ની સતા તો અનંત છે. અસત હંમેશા પાંગળો છે તેમને ચાલવા માટે સત ની લાકડી ની જરૂર પડે જ છે પણ અસત અને સત જ કેમ કહ્યું ... અસત્ય અને સત્ય કેમ નહીં, કારણ કે અસત એટલે અસત્ય નો ફેલાવો જે માત્ર સત્ય ની લાકડી પર જ નિર્ભર છે.આવુ જે વ્યક્તિ જાણે છે તે જ તત્વજ્ઞાની કહેવાય છે.
સત્ય નાશરહિત છે, તેના લીધે જ આખું જગત દેદીપ્યમાન છે.આપણે જે જોઈએ છીએ ત્યારે ખરેખર તો આપણે તે વસ્તુ કે વ્યક્તિ ને નથી જોતા... આપણે તે જ જોઈએ છીએ જેવા ખુદ આપણે અંદરથી છીએ.દા.ત.આપણે ગુલાબ જોઈએ છીએ ત્યારે આપણે તેનો રંગ, કાંટા, સુગંધ,પાન જોઈએ છીએ પણ ખુદ ગુલાબ કેવી છટાથી કુદરત નો પ્રસાદ આપે છે તે આપણે જોતા જ નથી.ગુલાબ પાસે પણ પોતાનુ સત્ય છે જે છે તેમનું અસ્તિત્વ...આ જ સત્ય એ જ છે કે જેનો નાશ નથી જેનો નાશ પણ કરવા જગતમાં કોઈ સમર્થ નથી.
આ ગુલાબ પણ સમયાંતરે નહીં રહે અને અસ્તિત્વ માં ભળી જશે.જેણે ગુલાબ ને અસ્તિત્વ નુ સ્વરુપ તરીકે જોયું છે તે જાણે છે કે અસ્તિત્વ દશ્ય થી માત્ર અદશ્ય થયું છે.પરમાત્મા પ્રગટ થતા થતા અસ્તિત્વ બને છે અને અસ્તિત્વ અદશ્ય થતા થતા પરમાત્મા બની જાય છે. તેમનો નાશ સંભવ નથી.

Gujarati Thought by Jay Vora : 111510859
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now