સૌ પ્રથમ વર્ષાદ આવ્યા પહેલા ની ધરતીની માટીની મહેક હોય,
કે પછી
અત્યંત ગરમી પછી જ્યારે ઠંડા પવન ની સાથે વર્ષાદ ના આગમન ની સાથે ધરતી માથી નિકળતી ઉષ્મા રૂપી ગરમ હવા અને અને ઠંડા પવન નુ મિશ્રિત રૂપ બહુજ અહલાદક હોય છે.
કે પછી
શિયાળા ની જાકળ ભરી સવારે ગાર્ડન પરની લોન પર જામેલા જાકળ ના બુંદ પર જ્યારે ખુલા પગે ચાલતા ચાલતા થતો ધરતી નો સ્પર્શ ખરેખર અહલાદક અનુભવ કરાવે છે.
આવી નાના નાના અનુભવ આપણને ખરેખર ધરતીના છોરું હોવા નો અનુભવ કરાવે છે.
#ધરતીનું