આકાંક્ષા નૃત્ય માં માહેર. એ નૃત્ય કરતી હોય તો દર્શકો પલક ઝબકાવ્યા વિના નિહાળે. લગ્ન થયા સાસરે તો નૃત્ય નું નામ પણ ન લેવાય. છતાં પણ હિંમત કરી નૃત્ય હરીફાઈ નું ફોર્મ ભરેલું. નૃત્ય ને દિવસે આકાંક્ષા અવઢવમાં, બહાર નીકળવું કેમ ? ત્યાં જ સાસુએ બોલાવી. ગભરાતી ગભરાતી ગઈ, સાસુના હાથ જોઈ ત્યાં જ થંભી ગઈ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૧૫-૭-૨૦૨૦