ગીતા ૨-૧૨-૧૩-૧૪
न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम्॥
देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा।
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति॥
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः।
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत॥
કુષ્ણ કહે છે કે એવો કોઈ સમય નથી કે જ્યારે તું નહોતો કે હું નહોતો, એવું પણ નથી કે આગળ આપણે નહીં હોય. કુષ્ણ અહીં દેહ ની નહીં પણ આત્મા ની વાત કહે છે. આત્મા મુત વ્યક્તિ ની ઈચ્છા થી બંધાયેલી હોય છે. સામાન્ય આત્મા તરત શરીર ધારણ કરી લે છે પણ જે વ્યક્તિ સજાગપણે મુત્યુ ધારણ કરે છે,તેમની આત્મા હજારો વર્ષો સુધી રાહ જુએ છે.જેમકે બુધ્ધ, કુષ્ણ.
જીવાત્મા જેમ શરીરના દરેક પડાવ ને અનુભવે છે અને પછી નવું શરીર ધારણ કરે છે, માટે આવી બાબતોમાં કોઈ ધીર પુરૂષ શોક કરતો નથી. માટે ઈન્દ્રિય માથી અનુભવાતા સુખ દુઃખ ના વિષયો નો સંયોગ તો તારે ભોગવવો જ પડશે.
અહીં બહુ જટિલ વાત કહેવાય છે, આત્મા જ્યારે કોઈ શરીર ધારણ કરે છે ત્યારે તે પાછલી યાદોનો વારસો પણ લેતી આવે છે , આગળ જતાં સમય અને સંજોગો મુજબ જ્યારે કર્મ નો બદલો ભોગવાય છે ત્યારે તેની છાપ પણ આત્મા પર પડે છે , કોઈ ઈચ્છા બાકી હોય ત્યારે આત્મા ની મુક્તિ નથી થતી અને આપણે તેને પિશાચ,ભુત પ્રેત ની ઉપમા આપીયે છીયે, આ તેવી આત્મા છે જે મુક્ત નથી ,કોઇ આત્મહત્યા, આકસ્મિક મૃત્યુ, પ્રબળ ઈચ્છા વાળી વ્યક્તિ જ પ્રેત યોનિમાં ભટકે છે.