એક સરસ રચના
*બળી જશે લાકડા* *ઠરી જશે રાખ...*
*તારી ખુમારી* *તારી પાસે રાખ...*
*જીવી લે જિંદગી* *મોજ મસ્તીની...*
*તારી અક્કડ* *તારી પાસે રાખ...*
*રોપી દે* *પ્રેમનું તરુ...*
*હેતનું ખાતર* *એમાં નાંખ...*
*ઉગશે ફળ* *મધ ભરેલું...*
*વિશ્વાસના હોઠે* *એને ચાખ...*
*પૈસો* *કાંઈ બધું જ નથી...*
*માનવતાની* *બનાવ શાખ...*
*દરિયો બનશે* *કદી તોફાની..*
*ધીરજની નાવ* *તું હાંક...*
*ખુલ્લી આંખે* *તું દુનિયા જુવે...*
*ક્યારેક તો* *ભીતરે તું ઝાંખ..*
*હારની શરણે* *ના થા...*
*આપી છે તને* *હોંસલાની બે પાંખ...*
*શ્વાસ આપ્યા* *પણ જીવે નહિ* *એમાં...*
*ઈશ્વરનો શું વાંક..!*
🤔🤔🤔