“ સ્ત્રી છું...
સત્તા અને સંપતિની ભૂખી નથી
પણ સમ્માનની ચાહક છું....”
બધી ફરજો નિભાવીએ
છતાં મળતા અપમાનથી ઘાયલ છું...
છૂટથી રહું જરાક ત્યાં
કેટલાયના મગજ છટકી જાય છે....
મને અટકાવવામાં ઘણા લટકી જાય છે,
લાગણીની ઓથમાં રહેવું પસંદ છે મને
બાકી સર્જનનું વિસર્જન કરવા સક્ષમ છું...
અપમાન ન કરો એટલી જ ઈચ્છા
બાકી માન આપનારની તો સમક્ષ જ છું...
હું શું શું છું એ સાબિત કરવું નથી મારે
સ્વાભિમાનથી જીવવા મથતો સવાલ છું...
હું એક સ્ત્રી છું...
એ જ અપાર છે...
*દરેક સ્ત્રીને શોભે તેવી ખુમારી!*🍁🌱